મળતી વિગતો અનુસાર નડિયાદના પરમાર ત્રણ ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે શહેરના ડભાણ રોડ પર જીઈબી સામે ત્રિમૂર્તિ કોમ્પલેક્ષ બહાર પોતાની કાર પાર્ક કરી અને દુકાનનું ભાડું લેવા માટે ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમ પાર્ક કરેલી કારના કાચ તોડી કારના પાછળના ભાગે મુકેલી બેગ જેમાં 50,000 રૂપિયા રોકડા તથા ટેબલેટ સહિત અન્ય જરૂરી ડોક્યુમેન્ટ હતા તે ચોરીને ફરાર થઈ ગયા છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી