ગોધરા: કાલાભાઈ પેટ્રોલપંપ પાસે આવેલા લાકડાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી, ગોધરા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ગોધરા શહેરના કાલાભાઈ પેટ્રોલપંપ નજીક આવેલ લાકડાના ગોડાઉનમાં 21 નવેમ્બરની વહેલી સવારે આગ લાગી હતી. લાકડાનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ અને વિસ્તારમાં ગભરાટ ફેલાયો. ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગ તાબડતોડ પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા ભારે પ્રયાસો કર્યા. અંતે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો.