ભાભર: ભાભરની ચેમ્બુવા માઈનોર કેનાલમાં ગાબડું પડયું: હજારો લીટર પાણીનો વેડફાટ, ખેતરોમાં પાકને નુકસાન
ભાભર તાલુકાની ચેમ્બુવા માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. આ ઘટનાને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો .કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના કારણે વાવેતર કરેલા મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે સ્થાનિક ખેડૂતોના મતે, ચેમ્બુવા માઈનોર કેનાલમાં યોગ્ય સફાઈ ન થવાને કારણે આ ગાબડું પડ્યું છે તાલુકાના કેટલાક વિસ્તારોમાં હજુ પિયત માટે કેનાલનું પાણી પહોંચ્યું નથી, ત્યારે આ નવી મુસીબત