ગાંધીધામ: એ ડિવિઝન પોલીસ દ્વારા એ ડિવિઝન વિસ્તારમાં ગુનાહીત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને ચેક કરવાની ડ્રાઇવ યોજાઈ
ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે 113 વાહનોનું ચેકિંગ કર્યું હતું, જેમાં નિયમભંગ બદલ 10 વાહનો ડિટેઈન કરાયા હતા. આ ઉપરાંત નશાની હાલતમાં વાહન ચલાવતા (MV Act 185) ૪ ઇસમો સામે કાર્યવાહી કરી 6 પ્રોહિબિશનના કેસ નોંધ્યા હતા.