કપરાડા: 9મી ઑગસ્ટ આદિવાસી ગૌરવ દિવસ નિમિતે નાનાપોંઢા ગ્રામપંચાયતમાં વિશેષ બેઠક યોજાઈ
આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વની ઓળખ નિમિત્તે દર વર્ષે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી આવે છે. તે અનુસંધાને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે ભવ્ય રીતે આ દિવસે ઉજવણી કરવાની તૈયારીઓ માટે ગ્રામપંચાયતમાં બેઠક મળી હતી.