હાલોલ: હાલોલના કણજરી ગામ નજીક બુલેટ ચાલકે બાઈકને ટક્કર મારતાં સર્જાયો અક્સ્માત,બાઇક ચાલક થયો ઇજાગ્રસ્ત
હાલોલ તાલુકા પંચાયતના ટી.એલ.ઈ.તરીકે ફરજ બજાવતા અને કાલોલ તાલુકાના સણસોલી પાસે આવેલા કસલાપુરા ગામના નિવાસી જયદીપભાઈ પરમાર આજે બુધવારે સવારે બાઇક પર નોકરીએ હાલોલ જઈ રહ્યા હતા.ત્યારે ખાખરીયા કેનાલનો પુલ પાર કરી કણજરી તરફ વળતા માર્ગે પાછળથી આવેલા બુલેટ ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં જયદીપભાઈ ઈજાગ્રસ્ત થયા હતા, જેને ખાનગી કાર મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા