સાગબારા: નર્મદામાં જુના વાહનો ખરીદનાર-વેચનારને રજીસ્ટર નિભાવવા અંગે પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું.
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી.કે.ઉંધાડને મળેલી સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં કોઇપણ જુની કાર, સાયકલ અને સ્કૂટર વેચનાર તેમજ ખરીદનાર વ્યક્તિએ જાહેરનામાં દર્શાવ્યા મુજબના નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવા તથા વેચાણ/ખરીદ કરેલ વાહનોના કાગળોની ઝેરોક્ષ રાખવા હુકમ ફરમાવ્યો છે.