દેવગઢબારીયા: ડુખળી સહિત દેવગઢ બારીયા તાલુકાના ૨૧ કરોડના ખર્ચે વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કરાયું
આજે તારીખ 29/11/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં પૂર્વ પંચાયત અને કૃષિ મંત્રી અને ધારાસભ્ય બચુભાઈ ખાબડ ના અધ્યક્ષ સ્થાને દેવગઢ બારિયા તાલુકાના ડુખલી ઉધાવળા મોટા ફળિયા રોડ, મોટીખજુરી કાળીયા ફળિયા રોડ,વાંદર ભૂલવાણ રોડ, વડભેટ નવધરા પ્રાથમિક શાળા રોડ, સેવનિયા સાદરા ફળિયા રોડ સહિત ના અનેક રસ્તાઓનું ૨૧ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં આગેવાનો, અધિકારીઓ,પદાધિકારીઓ, ગ્રામજનો હાજર રહ્યા.