તિલકવાડા: કેસરપુરા નજીક રોડની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન ફાટી જતા હજારો લિટર પાણી વેડફાટ
કેસરપુરા થી સાવલી તરફનો મુખ્ય રસ્તો બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે આ કામગીરી દરમિયાન કેસરપુરા ગામ નજીક પીવાના પાણીની પાઇપ લાઇન તૂટી જવા પામી છે અને છેલ્લા ત્રણ દિવસથી આ પાઇપ તૂટેલી હાલતમાં છે અને રિપેર કરવામાં નહી આવતા હજારો લિટર પાણીનો વેડફાડ થઈ રહ્યો છે. બીજી બાજુ ગામ લોકો પી એના પાણી માટે વલખા મારી રહ્યા છે.