13 જાન્યુઆરીએ સરથાણામાં પતંગ સ્ટોલ માં થયેલ મારામારી ની ઘટના સામે પક્ષ ચંદ્રેશ ભાલિયા દ્વારા સુરત cp ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.શનિવારે બપોરે કોળી સમાજના આગેવાનો જોડે મળી ચંદ્રેશ ભાલિયા પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યો હતો.જ્યાં ન્યાયની માંગ સાથે આવેદન પાઠવ્યું હતું.ચંદ્રેશ.ભાલિયા એ આક્ષેપ કર્યા હતા કે પોલીસની હાજરીમાં તેને મારવામાં આવ્યો હતો.અલ્પેશ કથિરીયા પોલીસથી પણ ઉપરવટ છે,તેવું લાગી રહ્યું છે.માત્ર nc ફરિયાદ નોંધવામાં આવી છે.