આમોદ: આમોદમાં ખેડૂતોને વળતરના ધક્કા, મામલતદાર કચેરીએ સર્વર ડાઉન રહેતા ખેડૂતોમાં ભારે રોષ.
Amod, Bharuch | Nov 19, 2025 આમોદ તાલુકામાં ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાનના વળતર માટે દાખલો કઢાવવા મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી કચેરી ખાતે સર્વર અને ઇન્ટરનેટની સતત ખામીના કારણે ખેડૂતોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા ખેતી નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં, ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમ સતત ડાઉન રહે છે. ખેડૂતો વહેલી સવારથી પોતાના ખેતીના કામ છોડીને કચેરીએ પહોંચી લાંબી લાઈનો લગાવે છે,