મુળી: મૂળીના ગ્રામ્ય વિસ્તારની સગીરાને ગામનો શખ્સ ભગાડી જતા ગુનો નોંધાયો
મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની 17 વર્ષીય સગીર દીકરીને ગત 27 નવેમ્બરના રોજ સાંજના સમયે સંજયભાઈ કુકાભાઈ ગેલડીયા નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયેલ હોય જે અંગે સગીરાના પરિવારને જાણ થતા મૂળી પોલીસ મથક ખાતે શખ્સ વિરુધ ગુનો નોંધાવતા સ્થાનિક પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.