વિસનગર: પુદગામ નજીક રૂપેણ નદી પર ₹3.65 કરોડના ખર્ચે બનનારા ચેકડેમનું ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત
વિસનગર તાલુકાના પુદગામ નજીક રૂપેણ નદી ઉપર 3.65 કરોડના ખર્ચે નિર્માણ થનાર ચેકડેમના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલે અા ચેકડેમ તૈયાર થઇ ગયા બાદ પુદગામ અને વાલમ ગામની 700 વીઘા જમીનને સીધો ફાયદો તેમજ જળસંચય થશે તેમ જણાવ્યું હતું. અા ઉપરાંત તેમણે રૂપેણ નદી પર અગાઉના 30 ચેકડેમ ઉપરાંત 18 નવા ચેકડેમ મંજૂર કરાયા છે, જેથી કુલ 48 ચેકડેમ થતાં નદી કાયમ ભરેલી દેખાશે તેમ જણાવ્યું હતું.