લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે બનાવટી ચલણી નોટો સાથે શુક્રવારના રોજ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપીઓ પાસેથી 3.84 લાખની 500 ના દર ની 769 જેટલી બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી હતી.આરોપી સફીકુલ,મોહમ્મદ રાકિબ અને તાજમહાલ ની પૂછપરછ માં બનાવટી ચલણી જોગીના તાર પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે ત્રણેય આરોપીઓને શનિવારે કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જ્યાં આગળની વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે.