જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા તા.૧૩નાં દરિયાઈ સુરક્ષાને ધ્યાન રાખી સઘન પેટ્રોલિંગ કરાયું હતું, જેમાં રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદંઢ બનાવવાના ભાગરૂપે જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા મોહાડી ગામથી જખૌ બંદર સુધીના દરિયાઈ પટ્ટા પર સધન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઇ હતી