ભચાઉ: લાખાપર ગામે તળાવમાં ડૂબી જવાથી 2 કિશોરોના મોત
Bhachau, Kutch | Nov 22, 2025 કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાખાપર ગામે દુઃખદ ઘટના બની છે. મળતી માહિતી મુજબ લાખાપર ગામના માલધારી પરિવારના બે કિશોર ગઈકાલે ભેંસો ચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા. મોડીરાત સુધી તેઓ પરત ન આવતાં શોધખોળ હાથ ધરાઈ હતી.