અંજારના દબડા વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી ખેતીની જમીન પચાવી પાડવાના ઉદ્દેશથી ગુનો આચરનારી એક 'ચીટર ગેંગ'ના ત્રણ મુખ્ય આરોપીઓ દેવજીભાઈ વેલજીભાઈ હડીયા,ગીરીશભાઈ પરષોતમભાઈ બાંભણીયા અને ધનજીભાઈ શીવજીભાઈ ચોટારાને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાના આધારે અંજાર પોલીસે ઝડપી પાડ્યા છે.