ટીંબારોડની ધ કૃષ્ણ કો-ઓપરેટિવ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડના નિયામક મંડળની ચૂંટણી 2025 માટે આયોજન કરાયું હતું. આ ચૂંટણીમાં બે મતદાર વિભાગમાંથી કુલ 12 બેઠકો માટે ઉમેદવારીપત્રો દાખલ કરવામાં આવ્યા હતા. તમામ બેઠકો માટે જેટલા ઉમેદવારો જરૂરી હતા એટલાં જ ઉમેદવારીપત્રો માન્ય ઠરતાં કોઈ સ્પર્ધા ઉભી રહી ન હતી. પરિણામે ચૂંટણી પ્રક્રિયા કરવાની જરૂર ન રહેતાં તમામ ઉમેદવારોને બિનહરિફ જાહેર કરાયા, જે અંગે ચૂંટણી અધિકારી એન બી મોદીએ માહિતી આપી હતી