ઝાલોદ: ઝાલોદ પ્રાંત કચેરી ખાતે SIR કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ BLOનુ સન્માન કરાયું
Jhalod, Dahod | Dec 2, 2025 આજે તારીખ 02/12/2025 મંગળવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં SIR કાર્યક્રમ હેઠળ મતદાર ગણતરી અને સંબંધિત તમામ કામગીરી 100 ટકા પૂર્ણ કરવા બદલ ઝાલોદ તાલુકાના BLOને પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યો.બૂથ લેવલ ઓફિસરે સમયસર અને સુવ્યવસ્થિત રીતે તમામ કાર્ય પૂર્ણ કર્યા હોવાથી તાલુકા તંત્ર દ્વારા પ્રશંસા વ્યક્ત કરવામાં આવી.આ સન્માનથી અન્ય કાર્યરત BLOઓમાં પણ પ્રોત્સાહન ફેલાયુ.