ગાંધીધામ: શિણાય પાસે ટ્રક અડફેટે પોલીસ કોન્સ્ટેબલ ગંભીર
ગાંધીધામ સંકુલના આદિપુર પાસે આવેલા શિણાય પોલીસ હેડ ક્વાર્ટર નજીક ગત રાત્રે એક્ટિવા લઈને જઈ રહેલા પી.સી રવિ ગણપતભાઈ રાઠોડ (મૂળ સુરેન્દ્રનગર)ના વાહનને એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં કોન્સ્ટેબલ રવિભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક વિગતો મુજબ,તેમને બ્રેઈન હેમરેજ થવાની સાથે બંને પગમાં ફ્રેક્ચર થયું છે.હાલ તેઓ બેહોશ હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ ઘટનાને પગલે પોલીસ બેડામાં અને તેમના પરિવારમાં ઘેરી ચિંતા પ્રસરી છે.