સુરત શહેરની ઉધના મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી આ કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી 10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં સરકારી અધિકારીએ લાંચની માંગણી કરી હતી, જેના કારણે જાગૃત નાગરિકે એસીબીનો સહારો લીધો હતો.ફરિયાદીના અસીલના પ્લોટ વાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાની કામગીરી બાકી હતી.