સુઈગામ: પંદર દિવસ બાદ નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવશે અધિક્ષક ઇજનેરે આપી પ્રતિક્રિયા..
આજરોજ નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર એસ પી પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આવનાર 15 દિવસની અંદર નર્મદા નહેરમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે રવિ સીઝન ચાલુ થઈ છે પરંતુ કેનાલોમાં હજુ પાણી છોડવામાં આવ્યું નથી જેથી 15 દિવસની અંદર કેનાલો સાફ-સફાઈ કરી પાણી છોડવામાં આવશે તેવું નર્મદા નિગમના અધિક્ષક ઈજનેર એસપી પટેલે જણાવ્યું હતું.