ભુજ: કુકમા નજીક ભૂતેશ્વર વનકવચ આકાર:42 પ્રજાતિના વિવિધ 10 હજાર વૃક્ષો, ગઝેબો અને પાથ-વેનું નિર્માણથી નવું પર્યટન સ્થળ
Bhuj, Kutch | Nov 24, 2025 ભુજ-અંજાર ધોરીમાર્ગ પર કુકમા બાયપાસ નજીક ભૂતેશ્વર વનકવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 42 પ્રજાતિના વિવિધ 10 હજાર વૃક્ષો, ગઝેબો અને પાથ-વે સાથે મંદિરના સાન્ધિયમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નિર્માણ કરાયું છે, જેનું લોકાર્પણ રવિવારે કરાયું હતું. કુકમા ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિ.પં સભ્ય હરિભાઈ જાટિયા, સામાજિક વનીકરણના નાયબ વનસંરક્ષક જયનભાઈ પટેલ સહિત અગ્રણીઓએ આ રમણીય સ્થળનું લોકાર્પણ કર્યું હતું.