સરદારધામની પાછળ જાસપુર તરફ જવાના રોડ પર પ્રથમ ચોકડી પાસે કારચાલક પોતાની કાર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને ટકકર મારી હતી. આ માર્ગ અકસ્માતમાં બાઈકચાલક શ્રમિકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા અડાલજ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.