ઘોઘા રોડ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ઘોઘા રોડ પોલીસ મથકની ટીમને મળેલી બાતમીના આધારે આડોડીયાવાસ વિસ્તાર પાસે એક શંકાસ્પદ રીતે ઉભો હોય તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઈ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.