મુલેર ચોકડી નજીક એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો કાર અને બાઇક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ મુલેર ચોકડી પાસે રોડ ઉપરથી પસાર થતી સ્કોર્પિયો કાર અને સામે તરફથી આવી રહેલી બાઇક અચાનક સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, બાઇક સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.