પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત વિગત મુજબ અંબિકા તાલુકાના વહેવલ ગામની સીમમાં ઉનાઈ તરફથી આવતી યામહા મોટર સાયકલ ના ચાલક જેનેશકુમાર અશોક ભાઈ નાયકા રહે ડોલવણ તા.ડોલવણ જી.તાપી એ પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી આવતી મોટર સાયકલ નંબર GJ.19.AQ 9110 ને સામેથી અથડાવી ચાલક તેમજ સવાર ની નીચે પાડી દેતા ચાલકનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા મહુવા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.