મોરવા હડફના સાગવાડા ગામે તા.17 જાન્યુઆરી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ,જિલ્લાના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા તેમજ રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ બેઠક દરમિયાન ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની રજુઆત, સૂચનો અને વિકાસ સંબંધિત મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી