ગોધરા: કેપ્સ્યુલ પ્લૉટ વિસ્તારમાં આવેલ ઈકબાલ ભોચુંના તબેલા પાસેથી ઝડપી પાડેલો 738 કિગ્રા માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું ખુલ્યું
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને બાતમી મળ્યા બાદ કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં ઈકબાલ ભોચુંના તબેલા પાસે રેઇડ કરી હતી. ઝાડી ઝાંખરામાં ગૌવંશની કતલ થતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને જોઇ ત્રણ ઇસમો નાસી ગયા, પરંતુ સ્થળ પરથી આસિફ ઇદ્રિશ હયાતનો મોબાઈલ, બે બાઈક અને 738 કિલોગ્રામ શંકાસ્પદ માંસ મળી આવ્યું. કુલ રૂ. 2.63 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. માંસનું પરીક્ષણ કરાવતા તે ગૌમાંસ હોવાનું પુષ્ટિ થતા ત્રણ ઇસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ગુનો નો