જામનગર શહેર: પડાણા પાટીયા પાસે શિવ શક્તિ ફર્નિચર નજીક આગનો બનાવ સામે આવ્યો
જામનગર ખંભાળિયા હાઇવે પર આજરોજ શિવ શક્તિ ફર્નિચર પાસે આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પડાણા પાટીયા પાસે વિશાળ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિના અહેવાલ મળવા પામ્યા નથી.