જામનગર શહેર: શહેરમાં આજે કોરોનાના વધુ બે નવા પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર આરોગ્ય વિભાગ દ્વારા આજે સાંજે જાહેર કરવામાં આવેલ વિગતમાં જામનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં 42 વર્ષની ઉંમરની એક મહિલા અને પંચવટી સર્કલ વિસ્તારમાં 26 વર્ષની ઉંમરની એક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી જામનગર શહેરમાં કુલ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.