વડોદરા: હાથીખાના અનાજ માર્કેટમાં ઘીની પેટીઓની ચોરી,બે શખ્સો ઝડપાયા
વડોદરા : શહેરના હાથીખાના અનાજ માર્કેટમાં ઘીની પેટીઓની ચોરી થઈ હતી.જેની ફરિયાદ કુંભારવાડા પોલીસ મથક ખાતે નોંધાય હતી.દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે,ઘીની પેટીઓની ચોરી કરેલ ઈસમો ઓમ સુપર સ્ટોર વિજયનગર ફ્લેટની દુકાનમાં છે.જે ચોક્કસ માહિતીને આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.જ્યાંથી ઘીની પેટીઓની ચોરી કરનાર બ્રિજેશ ગાંધી અને જયદીપ સોની નામના બે ઇસમોને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.