સુરત જિલ્લાના પલસાણામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર વાહનચાલકો અને સ્થાનિકો ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે| શરૂ થયા બાદ નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ના અપૂરતા આયોજનને કારણે પલસાણા ચોકડી અને આસપાસના વિસ્તારોમાં રોજ ટ્રાફિક જામ થાય છે.