વડોદરા : શહેરના કિર્તિસ્તંભ બસ સ્ટેશન પાસે બે મહિલા અને તેમની સાથેનો વ્યક્તિ વજનદાર અલગ અલગ થેલા સાથે શકમંદ હાલતમાં બાંકડા ઉપર બેઠેલા છે.જે માહિતીને આધારે ક્રાઈમબ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા બે મહિલા અને એક વ્યક્તિ જેમની પાસેના થેલામાં તલાસી લેતા મોટી માત્રામાં દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.તપાસમાં મુદ્દામાલ દાંડિયા બજારની પૂજાબેન નામની મહિલાએ મંગાવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.