જામનગર શહેર: શ્રી સત્ય સાઈ વિદ્યાલય ખાતે ચાલતા નેવલ યુનિટ એન.સી.સી. કેમ્પની લેફ્ટનન્ટ કમાન્ડર સ્નેહા રાયે વિગતો આપી
સિવિલ ડિફેન્સ અંતર્ગત કેડેટ્સને પ્રાથમિક સારવાર, ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર આપવી, ઘાવની સારવાર, ફ્રેક્ચરની સ્થિતિમાં મદદ, શોધ અને બચાવ વગેરેની તાલીમ અપાઈ હતી. આ તાલીમ દ્વારા એન.સી.સી. કેડેટ્સ ભવિષ્યમાં કોઈપણ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બને છે અને "રાષ્ટ્ર સેવા પરમો ધર્મ" ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરે છે.