હાલોલ: હાલોલ ટોલ પ્લાઝા નજીક ટ્રેલરે ઇકો કાર અને સ્કૂટરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો,નવ લોકો ઇજાગ્રસ્ત થયા હતા
હાલોલ ટોલ પ્લાઝા નજીક તા.22 નવેમ્બર શનિવારે સાજના સુમારે ટ્રેલરે ઇકો કાર અને સ્કૂટર ને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માત માં ઇકો પલટી ખાઈ ગઈ હતી,જેમાં ઈકો માં સવાર ડ્રાઇવર અને પાંચ મુસાફરો ઘવાયા હતા.તો સ્કૂટર ઉપર સવાર દંપતી અને બાળક પણ ઇજાગ્રસ્ત થયા છે.અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ભાગી છૂટ્યો હતો.જેને સ્થાનિક લોકોએ પકડી માર મારી પોલીસ ને હવાલે કર્યો હતો.જ્યારે તમામ ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર આપવામાં આવી હતી