ખેડબ્રહ્મા: શહેરમાં સરકારી જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા
ખેડબ્રહ્મા શહેરમાં લાંબા સમયથી ચાલતા સરકારી જમીન પરના દબાણ મામલે તંત્રએ આખરે લાલ આંખ કરી છે. સિટી સર્વે નંબર 6602 હેઠળની જૂના વડાલી રોડ પરની સરકારના રેકોર્ડ પર નોંધાયેલી જમીન પરના કાચા-પાકા બાંધકામો આખરે આજે અંદાજીત બપોરે 12 વાગ્યા ની આસપાસ દૂર કરવામાં આવ્યા છે.નિર્ધારિત સમયમર્યાદા બાદ પણ દબાણ યથાવત રહેતા, સિટી સર્વેના કર્મચારીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.