દાહોદ: બોરવાણી PHC ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા ૧૬૯ દર્દીઓની કરાઇ તપાસ
Dohad, Dahod | Dec 2, 2025 આજે તારીખ 02/12/2025 મંગળવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં ૧૦૦ દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું.દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૦૦ દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પ દરમિયાન મોબાઇલ ટીબી એક્સ-રે વાનની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં કુલ ૧૬૯ શંકાસ્પદ દર્દીઓના ટીબી એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા.