ધ્રાંગધ્રા ના કુડા ના કચ્છ ના નાના રણ વિસ્તાર અને ઘુડખર અભયારણ્યમાં વિદેશી પક્ષીઓના આગમનથી રણની શોભામાં અનેરો વધારો થયો છે. દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન એશિયા અને યુરોપના ઠંડા પ્રદેશોમાંથી હજારો પક્ષીઓ અહીં મહેમાન બને છે. ચાલુ વર્ષે અંદાજે ૩૦,૦૦૦ થી વધુ ફ્લેમિંર્ગો અને પેલિકન પ્રજાતિના પક્ષીઓએ રણમાં ધામા નાખ્યા છે. ખારા પાણીમાં ખોરાકની શોધ કરતા ગુલાબી રંગના પક્ષીઓનો નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે