કાલોલ: બેઢીયા ગામે ર. કા ની મુવાડી ખાતે ખેતરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 ઈસમો વેજલપુર પોલીસે ઝડપી પાડ્યા
વેજલપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે બેઢીયા ગામે ર.કા ની મુવાડી ખાતે ખેતરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો બેટરીના અજવાળે પાના પત્તા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે આધારે પોલીસે રેડ કરતા ગોળ કુંડાળુ કરી બેટરીના અજવાળે કેટલાક ઈસમો કંઈક રમતા જોવા મળ્યા પોલીસને જોઈ નાસભાગ મચી જવા પામી પોલીસે દોડીને 6 ઈસમોને ઝડપી પાડ્યા જેઓની અંગ જડતીમાંથી રૂ 690/ અને દાવ પરના રૂ 230/ કુલ મળીને રૂ 920/ તથા