હાલોલ નજીક સર્વોત્તમ હોટલ પાસે આજે રવિવારે સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હોટેલ નજીક રહેતા 60 વર્ષીય વૃદ્ધ ગામાભાઈ દુખારામ ગોન બાસ્કા ગામે આજે સાંજના સુમારે કોઈ કામ અર્થે બાસ્કા ગયા હતા અને પરત ફરતા સમયે સર્વોત્તમ હોટલ પાસે આ અકસ્માત બન્યો હતો.અકસ્માતમાં વૃદ્ધના પગમાં ફ્રેક્ચર થયું છે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. તાત્કાલિક સારવાર અર્થે તેમને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.