ડીસા તાલુકાના રતનપુરા (ભીલડી) ગામના તળાવમા નર્મદાનું પાણી પહોચતા પવિત્ર નર્મદા નીરના આજરોજ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. તળાવોમાં નવા નીરનો આરંભ થતાં ખેડૂતોના ચહેરા પર અનંત ખુશી જોવા મળી હતી. જે પ્રસંગે ભીલડી મંડળના પ્રમુખ ગમનસિંહ રાઠોડ, પુર્વ પ્રમુખ પનસિંહ સોલંકી, મહામંત્રી બાબુભાઈ દેસાઈ, ગોવિંદભાઈ મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા....