સુરતના સુવાલી દરિયાકિનારે 9 થી 11 જાન્યુઆરી| દરમિયાન તિ્ર-દિવસીય 'સુવાલી બીચ ફેસિ્ટવલ-2026'નું| આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને| સ્થાનિકોને રોજગારી પૂરી પાડવાના હેતુથી આ મહોત્સવ યોજાશે.! મહોત્સવનું ઉદ્ઘાટન 9 જાન્યુઆરીએ સાંજે 5:00 વાગ્યે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે થશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસિ્થત રહેશે.