ચુડા પોલીસ સ્ટેશને 13 ડિસેમ્બર સાંજે નોંધાયેલી ફરિયાદ માં ચુડા ના દશરથ ગણપતભાઇ વાઘેલા ને પૈસા ની જરૂર હોય એ તક નો લાભ લઇ સાયલાના બ્રિજેશ શૈલેષ સોનીએ વિશ્ચાસમાં લઇ પૈસાની લાલચ આપી તેમનુ SBI બેંકનુ એકાઉન્ટ વાપરવા લઇ મહારાષ્ટ્ર, ગોવા અને તેલંગણા ખાતે ના ફ્રોડ ઓનલાઈન નાણા જમા કરાવી ચેક દ્વારા મોટી રકમ ઉપાડી નાણા લેવડદેવડ કરી નાણા સગેવગે કર્યાનો ચુડા પોલીસમાં સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.