વડોદરા : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા ખાતે અલકાપુરી રોડ અન્ડર બ્રિજ પાસે આજથી 12 જાન્યુઆરી 2026 દરમિયાન પ્રી-સ્ટ્રેસ્ડ કોન્ક્રીટ ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથધરવામાં આવી છે. આ ગર્ડર લોન્ચિંગનું કાર્ય જમીનથી અંદાજે 20 મીટરની ઊંચાઈએ સલામતીપૂર્વક કરવામાં આવનાર હોવાથી સલામતીના હિતમાં આ રોડ અન્ડર બ્રિજને આ સમયગાળા દરમિયાન તાત્કાલિક બંધ રાખવામાં આવશે.શહેરીજનોને વૈક્લિપ માર્ગ અપનાવવા વિનંતી કરાઈ છે.