લખતર વિરમગામ હાઇવે પર આવેલ વણકર સમાજની વાડી ખાતે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા શિક્ષણ વિભાગના મંત્રી પ્રદ્યુમન વાંજા ના અધ્યક્ષ સ્થાને ખાસ ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાટલા બેઠકમાં પ્રદ્યુમન વાજા દ્વારા સમાજમાં ચાલતું દુષણ દૂર કરવા તેમજ શિક્ષણ અને રોજગારી તેમજ ધંધાકીય માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી