પેરોલ પર બહાર આવેલા બે આરોપીઓએ હથિયાર સાથેની રીલ પોસ્ટ કરી પોલીસને ફેંક્યો પડકાર,ધરપકડ કરી જાહેરમાં કાઢ્યું સરઘસ
Majura, Surat | Dec 13, 2025 ડબલ મર્ડર કેસમાં પેરોલ પર બહાર આવેલ બે આરોપીઓ હથિયાર સાથેની રીલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સુરત પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.પહેલે જેલ,ફિર બેલ ઓર વહી પુરાણા ખેલ"લખી રીલ પોસ્ટ કરી હતી.જે રીલ પોસ્ટ કર્યા બાદ શહેર sog દ્વારા તાત્કાલિક ધોરણે બંને આરોપીઓની ધરપકડ કરી લાલગેટ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.જ્યાં જાહેરમાં આરોપીઓ નું સરઘસ કાઢી ઘટનાનું રિ કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.