ધોળકા થી ઇંગોલીના રોડનું નવીનીકરણ કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર તા. ૧૧/૧૨/૨૦૨૫, ગુરૂવારે બપોરે ૧૨ વાગે આમ આદમી પાર્ટી ધોળકા દ્વારા ધોળકા તાલુકા પંચાયત કચેરી ખાતે TDO મહીપતસિંહ ચૌહાણને આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે AAP ના ધોળકા વિધાનસભા પ્રભારી નસીમ અંસારી, સહ પ્રભારી આર્યન રજોડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.