રાજકોટના આજીડેમ ચોક નજીક રહેતાં યુવાને ગત મહિને એસિડ પી આપઘાત કરી લીધાના બનાવમાં રૂપિયા 9 હજારની લેતીદેતી મામલે મામાના દિકરાએ લાફો મારી અપમાનીત કરી ધમકી આપતાં યુવાનને મરવા મજબૂર થયાનું સામે આવતા આજીડેમ પોલીસે યુવાનની પત્નીની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.