ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં આદિપુર ના વોર્ડ ૧/એ વિસ્તારમાં મસ્જીદ તેમજ કોમર્સીયલ ના જે દબાણો દુર કરવામાં આવ્યા છે, તે દબાણ મુકત થયેલ અંદાજે 2000 ચો.મી. જમીન પર મહાનગરપાલિકા દ્વારા અંદાજીત ૧.૨૫ કરોડના ખર્ચે વાતાનુકુલીત લાયબ્રેરી કમ રીડીંગ રુમ નું નિર્માણ કરવા જઇ રહી છે અને તે લાયબ્રેરી કમ રીડીંગ રુમમાં ૫૦ લોકો બેસી શકે તેવી સગવડ કરવામાં આવશે. વીજ ભારણ ઘટાડવા માટે લાયબ્રેરીમાં સોલાર પેનલની જોગવાઈ પણ રાખવામાં આવી છે.